જામનગરના નાગેશ્વર સ્થિત શનિ મંદિરમાં શનિ જયંતિની ભવ્ય ઉજવણી... અન્નકૂટ અને પ્રસાદીનું આયોજન - Shani Jayanti Celebrations in Jamnagar - SHANI JAYANTI CELEBRATIONS IN JAMNAGAR
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/06-06-2024/640-480-21651154-thumbnail-16x9-kkk.jpg)
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : Jun 6, 2024, 4:19 PM IST
જામનગર: આજરોજ સમગ્ર દેશમાં ભગવાન શનિ મહારાજની જન્મ જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે જામનગરમાં નાગેશ્વર સ્થિત શનિ મંદિરમાં વહેલી સવારથી જ લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ભગવાન શની એ ન્યાયના દેવતા છે.. ખાસ કરીને શ્રદ્ધાળુઓના કષ્ટ દુર કરતા હોવાની માન્યતા છે, જેના કારણે વિવિધ શનિ મંદિરોમાં શનિ જયંતિ નિમિત્તે ભક્તોની ભારે લાંબી કતારો જોવા મળતી હોય છે. જામનગરમાં નાગેશ્વર સ્થિત શનિ મંદિર ખાતે અન્નકૂટ નું આયોજન કરવામાં આવ્યું છે તેમજ સાંજના સમયે મહા આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જામનગરમાં નાગેશ્વર સ્થિત શનિ મંદિરમાં ભગવાન શનિ મહારાજ પથ્થરની મૂર્તિમાં અને સામાન્ય મૂર્તિમાં બિરાજમાન છે. ભક્તો આંકડાની માળા તેમજ કાળા અડદ અને તેલ શનિ મહારાજને ચડાવતા નજરે પડ્યા હતા... તો શનિ મંદિર ખાતે શનિવાર મહારાજના વિવાહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓ અને પુરુષો બોહળી સંખ્યામાં ભગવાન સની મહારાજના દર્શન કરવા માટે ઉમટીયા હતા.