લોકસભા ચૂંટણીને લઈને વહીવટી તંત્ર સજ્જ, પાલનપુર શહેરમાં યોજાઈ ફ્લેગ માર્ચ - Lok Sabha election 2024
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠા : લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે વહીવટી તંત્ર સજ્જ થયું છે. જેના ભાગરૂપે પાલનપુર પશ્ચિમ પોલીસ મથક હદ વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી. પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનના સ્ટાફ તેમજ BSF જવાનોએ ઢુંઢીયાવાડી, કોઝી વિસ્તાર, લાલબંગલા, નવા બસપોર્ટ, એરોમાં સર્કલ અને આબુરોડ હાઇવે સહિત પાલનપુરના 10 કિમી એરિયામાં ફ્લેગ માર્ચ યોજી હતી. લોકસભા ચૂંટણીને લઈને જિલ્લા વહીવટી તંત્ર તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. જે અંતર્ગત શાંતિપૂર્ણ માહોલમાં દરેક વ્યક્તિ સરળતાથી મતદાન કરી શકે અને સો ટકા મતદાન થાય તે માટે વિવિધ તૈયારીઓ કરવામાં આવી રહી છે. પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટાફ અને BSF જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું...