જામનગરમાં શરુ થયો જન્માષ્ટમી મેળો, હાલારવાસીઓ મોજ માણશે - Janmashtami fair start in Jamnagar - JANMASHTAMI FAIR START IN JAMNAGAR
🎬 Watch Now: Feature Video
Published : Aug 24, 2024, 2:06 PM IST
જામનગર: જામનગર મનપા દ્વારા શહેરના પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળાનું આયોજન કરાયું છે. ત્યારે 20 તારીખે શરુ થયેલ શ્રાવણી મનોરંજન મેળો આજે વિધિવત ખુલ્લો મુકવામાં આવ્યો છે. મેળો ખુલ્લો મુક્યા બાદ ધારાસભ્ય રિવાબા જાડેજા, દિવ્યેશ અકબરી અને મેયર સહીતના પદાધિકારીઓ રાઈડ્સની મજા લીધી હતી. મહત્વનું છે કે, આ વખતે મનોરંજનની રાઈડ્સના લાયસનની પ્રક્રિયામાં વિલંબ થતા મેળાનુ ઉદ્ધાટન મોડુ થયું છે. મેળો શરુ થયા પહેલા જ અનેક વિવાદો ચકડોળમાં ફસાયો હતો. જેના કારણે હવે મેળો ખુલ્લો મુકાયા બાદ પણ કેટલીક રાઈડ્સ બંધ છે. આ લોકમેળાનું ઉદ્ઘાટન કર્યા બાદ ધારાસભ્ય રિવાબા જાડેજા, દિવ્યેશ અકબરી અને મેયર સહીતના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ મોતના કુવા જેવી રાઈડ્સો જોવા નહીં મળે.