પોરબંદર લોકસભા બેઠકના અપક્ષ ઉમેદવાર નાથાભાઈ ઓડેદરા પર જીવલેણ હુમલો - Fatal Attack on Nathabhai Odedara - FATAL ATTACK ON NATHABHAI ODEDARA
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/31-05-2024/640-480-21605590-thumbnail-16x9-b-aspera.jpg)
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : May 31, 2024, 9:10 PM IST
પોરબંદર: છેલ્લા ઘણા સમયથી ખનીજ ચોરો પર કડક પગલાં ભરવા પોરબંદર મહેર સમાજના અગ્રણી અને પોરબંદર લોકસભાના અપક્ષના ઉમેદવાર નાથા ભાઈ ઓડેદરા એક અભિયાન ચલાવી રહ્યા છે. આજે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સાથે ગોસા નજીક ગેરકાયદેસર ખનન થતું હતું તે સ્થળે નાથાભાઈ ઓડેદરા ગયા હતા. અહીં તેમના પર અચાનક જીવલેણ હુમલો થયો હતો. નાથાભાઈને બન્ને પગ માં ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે રાજકોટ રીફર કરાયા હતા. પોરબંદર લોકસભા બેઠકના અપક્ષ ઉમેદવાર નાથાભાઈ ઓડોદરાએ જણાવ્યું હતું કે, તેઓ ભાદર નદીના પુલ પાસે ગેરકાયદેસર રેતી ચોરી ચાલતી હતી ત્યાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સાથે રાખી ને સવારે ગયા હતા. તે સમયે એક થાર ગાડી આડી રાખી ટોળામાં લોકો એ મારા પર જીવલેણ હુમલો કર્યો હતો. સાથે પોલીસ પ્રોટેક્શન હતું પરંતુ પોલીસ ગાર્ડે હવામાં પણ ગોળી ન ચલાવી. હુમલો કરનાર શખ્સો પાસે ધોકા પાઇપ લાકડી હતા. હુમલા સમયે નાથાભાઇ ઓડેદરા સાથે તેના મિત્ર મુળુભાઈ ઓડેદરા તથા પોલીસમેન અને કાર ચાલક હતા. મુળુ ઓડેદરાને પણ પગ ના ભાગે ઈજા પહોંચી છે. હજૂ આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.