દાંતામાં આભ તૂટી પડે તેટલો વરસાદ, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ પાણીમાં તરબોળ થયા... - haevy rain in Banaskantha - HAEVY RAIN IN BANASKANTHA
🎬 Watch Now: Feature Video
Published : Jul 4, 2024, 5:11 PM IST
બનાસકાંઠા: દાંતામાં આજે આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. થોડાક જ કલાકોમાં આઠ ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જ્યારે વરસાદને પગલે દાતામાં આવેલ સિવિલ હોસ્પિટલમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે. સિવિલમાં હોસ્પિટલમાં પાણી ભરાતા દવા અને દર્દીઓના કપડા પણ પાણીમાં તરબોળ થયા છે. વહેલી સવારથી જ મેઘરાજાની એન્ટ્રી થતા સિવિલમાં પાણી ભરાયા છે. પાણી ભરાતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા હતા, જોકે વધુ પડતું હોસ્પિટલમાં પાણી ભરાતા દર્દીઓને ટ્રેક્ટરની મદદથી અન્ય જગ્યાએ ખસેડાયા હતા.
પાણી ભરાતા દર્દીઓને હાલાકી: બનાસકાંઠાના દાંતામાં આઠ ઇંચ જેટલો વરસાદ પડતા અનેક જગ્યાએ પાણી ભરાયા હતા, જો કે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે, જ્યારે દાતાની સિવિલ હોસ્પિટલમાં વધુ પડતું પાણી ભરાઈ જતા દર્દીઓ તેમજ સ્ટાફને ખૂબ જ હાલાકી પડી રહી છે. હોસ્પિટલની બહાર પણ 2 ફૂટ જેટલું વરસાદ પડ્યો છે.
દાંતાના સરપંચે જણાવ્યું હતું કે, દાંતા સિવિલ હોસ્પિટલ એ ઉકાનજલી નદીના કિનારે બનાવેલી છે, 25 વર્ષથી ગામના લોકોએ માંગણી છે કે, સિવિલ હોસ્પિટલ એની જગ્યાએ ખસેડવામાં આવે. છતાં તંત્ર દ્વારા કોઇ પગલાં લેતું નથી, આજે સવારે અમારા ઉપર ડોક્ટરનો ફોન આવ્યો કે પાણી ખૂબ ભરાઈ ગયેલા હતા અને ચાર પેશન્ટ હતા એમાંથી ત્રણ પેશન્ટની ડિલિવરી ગઈકાલે રાત્રે થઈ હતી. ડિલિવરી થઈ ગઈ એટલે અંદર અવાય એવું હતું નહિ વરસાદ એટલો બધો હતો એટલે દોરીની મદદથી અમે લોકો અંદર આવ્યા અંદર આવીને ગામ લોકોને બોલાયા, અને એક ટ્રેક્ટર લઈ સિવિલના સ્ટાફને અને દર્દીઓને બધાને બહાર નીકાળ્યા. અને પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડ્યા. વર્ષોથી આ ગામ લોકોની માગણી છે અને આરોગ્ય મંત્રી પણ અગાઉ આ હોસ્પિટલની મુલાકાત કરીને ગયા છે એમણે પણ દિલાસો આપ્યો હતો. તંત્રને એવી રજૂઆત છે કે, સિવિલ આ જગાએથી ઉઠાવીને બહાર ગમે તે હાઇવે ઉપર લઈ જવામાં આવે તેવી માગ કરી છે.