Congress-AAP Alliance: લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને AAP ના ગઠબંધનને શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આપ્યું નિવેદન - alliance of Congress and AAP
🎬 Watch Now: Feature Video
Published : Feb 24, 2024, 6:59 PM IST
સુરત: દેશમાં લોકસભા ચૂંટણી 2024ને લઈને તમામ પાર્ટી પૂરજોશમાં તૈયારીઓમાં જોડાઈ ગઈ છે. આજે INDIA ગઠબંધન દ્વારા આજે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પાંચ રાજ્યોમાં કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે. પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં 26 લોકસભા બેઠકોમાંથી 24 પર કોંગ્રેસ જ્યારે બે (ભરૂચ-ભાવનગર) પર આપ પાર્ટી ચૂંટણી લડશે ત્યારે કોંગ્રેસને AAPના ગઠબંધનને લઇને કહી ખુશી કહી ગમ જેવો માહોલ છે. કોંગ્રેસ-આપ ગઠબંધન અંગે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે ગુજરાત ભાજપની વિચારધારા સાથે જોડાયેલું છે, કોઈ ગઢબંધન છે નહીં. જે ગઠબંધન હશે એ પોતાના સ્વાર્થ માટે પાટલી બદલું લોકો વડાપ્રધાન કે ભારતીય જનતા પાર્ટીને હરાવવાની તાકાત નથી. અનેક ગઠબંધન પોતાના સ્વાર્થ માટે થઈ રહ્યા છે જ્યારે ભાજપ રાષ્ટ્ર હિત માટે કામગીરી કરે છે. ગઠબંધન પોતાના વ્યક્તિ ગત સ્વાર્થ માટે પોતાના પરિવાર પોતાના પરીવારને બચાવવા માટે કરી રહ્યા છે.