ગેરકાયદે રેતી ભરેલ ડમ્પરને રોકતા ડમ્પર માલિકે રોયલ્ટી ઇન્સ્પેક્ટર પર કર્યો હુમલો, ડમ્પર માલિક સામે પોલીસ ફરિયાદ - Royalty inspector attacked - ROYALTY INSPECTOR ATTACKED
🎬 Watch Now: Feature Video
Published : Jun 22, 2024, 12:23 PM IST
મહેસાણા: નુગર સર્કલ થી દેદીયાસણ ગામ જતા રોડ પર પાટણ પાર્સિંગની રેતી ભરેલા રોયલ્ટી પાસ વગરના બે ડમ્પરને ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટરે ચેકિંગ દરમિયાન પકડીને કાર્યવાહી કરતા રોયલ્ટી ઇન્સ્પેક્ટર પર હુમલાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાની વિગતે માહિતી જોઈએ તો મહેસાણામાં ખાણ ખનીજ વિભાગમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા યોગીરાજસિંહ પનુભા રાત્રે દરમિયાન સિક્યુરિટી ગાર્ડ અને ડ્રાઇવર સાથે ખાનગી કાર લઈને મહેસાણા બાયપાસ હાઈવે પર ખનીજ વહન કરતાં વાહનોની ચેકિંગ કામગીરીમાં હcતા.તે દરમિયાન રાત્રે અઢી વાગે પસાર થયેલા રેતી ભરેલા ડમ્પર ચાલક પાસે રોયલ્ટી પાસ માગતા ડમ્પર ચાલકો પાસે પાસ મળી આવ્યા નહોતા. જેથી બંને ડમ્પર સીઝ કરવાની કાર્યવાહી કરી હતી. જે કાર્યવાહી પૂરી થતાં અધિકારી પરત ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે એક ક્રેટા કારમાંથી આરોપીઓએ અધિકારીને બહાર કાઢીને તેની સાથે મારપીટ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપી મેહુલ પટેલ અને તેના સાગરિતો વિરુદ્ધ મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.