ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા બજારો પાણી પાણી થયા - Rain in Umarpada - RAIN IN UMARPADA
🎬 Watch Now: Feature Video
Published : Jul 5, 2024, 5:01 PM IST
સુરત: હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉમરપાડા તાલુકામાં આજરોજ મેઘરાજા મહેરબાન થયા હતા. સારો વરસાદ વરસતા બજારો પાણી પાણી થઇ ગઇ હતી અને ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી હતી. સુરત જિલ્લામાં ફરી વરસાદનું જોર વધ્યું છે. આજરોજ સવારથી છુટો છવાયો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સુરત જિલ્લાના મિની ચેરાપુંજી ગણાતા ઉમરપાડા તાલુકાના અલગ અલગ ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસેલા વરસાદને લઈને બજારો પાણી પાણી થઇ ગઇ હતી. આતુરતાથી સારા વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, સુરત જિલ્લામાં સૌથી વધુ વરસાદ ઉમરપાડા તાલુકામાં વરસે છે અને મોટા ભાગના ખેડૂતો આકાશી ખેતી પર નિર્ભર છે. જેથી આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદ રૂપ સાબિત થશે.