ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવક થતાં, ઉકાઈ ડેમના ચાર દરવાજા ચાર ફૂટ સુધી ખોલાયા - TAPI UAKAI DAM 4 GAT OPEN - TAPI UAKAI DAM 4 GAT OPEN
🎬 Watch Now: Feature Video
Published : Aug 23, 2024, 4:04 PM IST
તાપી: ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમની જળસપાટી ડેમના રૂલ લેવલને પાર પહોંચી ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ફરી પાણીની આવક નોંધાતા ઉકાઈ ડેમનું રૂલ લેવલ મેંટન કરવા ઉકાઈ ડેમના ફરી 4 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે. હાલ ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી 45,965 ક્યુસેક પાણી ની આવક નોંધાય રહી છે, ત્યારે 45,965 ક્યુસેક પાણી ડેમના દરવાજા ખોલી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમના સત્તાધિશો દ્વારા પાણી છોડાતા તાપી નદીના આસપાસના ગામોને તકેદારીના ભાગ રૂપે એલર્ટ કરી દેવામાં આવ્યા છે. હાલ ડેમની જળસપાટી 335 ફૂટ પર પહોંચી છે, ત્યારે ડેમની રૂલ લેવલ 335 જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે.