ગિરનાર પર્વતમાં પડેલા ભારે વરસાદને કારણે ભવનાથમાં ફરી એક વખત પૂરનો માહોલ - heavy rain in Girnar mountain - HEAVY RAIN IN GIRNAR MOUNTAIN
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/20-07-2024/640-480-22005049-thumbnail-16x9-jpg.jpg)
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : Jul 20, 2024, 10:37 PM IST
જુનાગઢ: આજે સવારથી જ જુનાગઢ શહેર અને ખાસ કરીને ગિરનાર પર્વત પર સવિશેષ પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે જેને પગલે ગિરનાર પર્વતમાંથી ભવનાથ તળેટી તરફ આવી રહેલા વરસાદના પાણીને કારણે ભવનાથમાં ફરી એક વખત પૂરનો માહોલ સર્જાયો છે. ગિરનાર પર્વત પરથી વહી રહેલુ નદીનું પાણી દામોદર કુંડમાંથી પસાર થઈને ઓજત નદીમાં પડે છે ત્યારે આજે અતિભારે વરસાદને કારણે બીજી વખત દામોદર કુંડમાં ભારે પુર આવ્યું હતું. અતિભારે વરસાદને કારણે લોકોએ ગરમીમાંથી છુટકારો મેળવ્યો હતો અને લોકો વરસાદી પાણીનો નજારો જોવા માટે ભવનાથ તળાવ આવતા જોવા મળ્યા હતા તેમજ લોકોએ વરસાદની ભરપુર મજા માણી હતી. વરસાદના પાણીથી રસ્તાઓ ભરાઈ ગયા હતા.