Ayodhya Ram Mandir: રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ પાટણમાં દિવાળી જેવો માહોલ સર્જાયો - Diwali like atmosphere
🎬 Watch Now: Feature Video
Published : Jan 23, 2024, 9:14 AM IST
પાટણ: રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ પાટણના રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળ્યો હતો. ઐતિહાસિક પાટણ નગર પણ રામમય બન્યું છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને શહેરની વિવિધ સેવાભાવી સંસ્થાઓ ,શૈક્ષણિક સંસ્થાઓ તેમજ મોહલ્લા પહોળો અને સોસાયટીઓમાં દિવસ દરમિયાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો જેવા કે ભજન, કીર્તન, રામધૂન, સુંદરકાંડ, હનુમાન ચાલીસા સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠા ની પૂર્વ સંધ્યાએ પાટણની વિવિધ સ્વૈચ્છિક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા તેમજ મહોલ્લા પોળોના આગેવાનોએ વિવિધ વિસ્તારોમાંથી મશાલ રેલી યોજી શહેરના બગવાડા દરવાજા ખાતે એકત્ર થયા હતા જ્યાં મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક સમાજના લોકોએ સમૂહમાં રામલલાની આરતી ઉતારી હતી ત્યારે રામનાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.