ભાજપ અને નિલેશ કુંભાણી વિરુદ્ધ આપના નેતા દિનેશ કાછડીયા ધારણા પર બેસ્યા, પોલીસે અટકાયત કરી - Dinesh Kachdia Symbolic fasting - DINESH KACHDIA SYMBOLIC FASTING
🎬 Watch Now: Feature Video
Published : Apr 28, 2024, 5:11 PM IST
સુરત: લોકસભા બેઠક પર બિનહરીફ ભારતીય જનતા પાર્ટી વિજય થતા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી શરૂઆતથી જ શંકાના દાયરામાં છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતા દિનેશ કાછડીયા સતત નિલેશ કુંભાણીનો વિરોધ કરી રહ્યા છે. આ માટે દિનેશ કાછડીયા ચોક બજાર ગાંધી પ્રતિમા પાસે પ્રતિક ધરણા કરવા પહોંચ્યા હતા.તેઓએ સૌથી પહેલા ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી પહેરાવી અને ત્યારબાદ બાપુને નમન કરી પ્રતિક ઉપવાસ શરૂ કરવામાં આવ્યા હતા. દિનેશ કાછડીયાએ નિલેશ કુંભાણી પર આક્ષેપો કરી રહ્યા છે કે, તેઓએ ભાજપ સાથે સોદો કર્યો છે. કરોડો રૂપિયા લઇ તેઓએ ભાજપની જીતમાં ફાળો આપ્યો છે. સોદાગર પોસ્ટર પણ તેઓએ લગાવ્યા હતા આ સાથે તેઓએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ઓપરેશન કરવામાં આવ્યું છે અને લોકતંત્રની હત્યા કરાઈ છે. જેનાં વિરોધમાં આજે હું પ્રતિક ધરણા પર બેઠો છું. જ્યારે દિનેશ કાછડીયા ધરણા પર બેસ્યા ત્યારે પોલીસ મથકથી પોલીસકર્મીઓ ત્યાં પહોંચી ગયા હતા અને તેમની અટકાયત કરીને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા.