બાલાજી વેફરના પેકેટમાં નીકળ્યો દેડકો : કંપનીએ હાથ ઉંચા કર્યા, જામનગર ફૂડ વિભાગ દોડતું થયું - Dead frog in Balaji wafers packet - DEAD FROG IN BALAJI WAFERS PACKET
🎬 Watch Now: Feature Video
Published : Jun 19, 2024, 7:55 PM IST
જામનગર : અવારનવાર ખાદ્યપદાર્થમાં ભેળસેળના કિસ્સા સામે આવતા હોય છે. અમુકવાર તો મરેલા જીવજંતુ પણ નીકળતા હોય છે. આવો જ એક કિસ્સો જામનગરમાં બન્યો છે. શહેરની પુષ્કરધામ સોસાયટી શેરી નંબર 5 માં રહેતા જસ્મીન પટેલ નામના વ્યક્તિએ ગઈકાલે બાલાજી કંપનીની વેફરનું પેકેટ ખરીદ્યું હતું. જે પેકેટને ઘરે લઈ જઈ ખોલતાં તેમાંથી એક મૃત દેડકો મળી આવ્યો હોવાની ફરિયાદ થઈ હતી. જસ્મીન પટેલ દ્વારા જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જે વેફરનું પેકેટ ખોલીને નિરીક્ષણ કર્યા પછી તેના તેમજ અન્ય વેફરના સેમ્પલ લેવામાં આવ્યા અને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જસ્મીન પટેલે ગઈકાલે વેફરનું પેકેટ ખરીદ્યું અને ગઈકાલે રાત્રે અડધું તોડ્યું હતું. ત્યારબાદ તેના પુત્રએ આજે સવારે વેફરનું પેકેટ ખોલીને ખાવા જતા તેમાંથી દેડકો દેખાયો હોવાની ફરિયાદ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. તે અંગે ખરાઈ કરવામાં આવી રહી છે.