Chotaudepur: 1250 જેટલી શાળાઓના શિક્ષકોએ પડતર માંગણીઓ નહિ સંતોષાતા મહા મતદાન કરી અનોખો વિરોધ કર્યો - Chotaudepur teachers protest
🎬 Watch Now: Feature Video


Published : Mar 7, 2024, 10:19 AM IST
છોટાઉદેપુર: જિલ્લાની 1250 જેટલી શાળાઓના શિક્ષકોની પડતર માંગણીઓ નહિ સંતોષાતા ગુજરાત શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ મહા મતદાન કરી અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સરકાર સમક્ષ અવાર નવાર શિક્ષકોના પડતર પ્રશ્ન બાબતે અનેક બેઠકો થવા છતાંય કોઈ નિરાકરણ ન આવતા સમગ્ર રાજ્યમાં શિક્ષકોએ મહામતદાન કરી વિરોધ દર્શાવ્યો હતો. જેમાં નસવાડી તાલુકાના શિક્ષકોએ 12 જેટલી પડતર માંગોને લઈ મહા મતદાનના સૂત્ર સાથે મતદાન કરી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. નસવાડી તાલુકાના 20 ગ્રુપ શાળામાં ગુજરાત શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ મહામતદાન કરી અનોખો વિરોધ કરવામાં આવ્યો.
પ્રમુખ શૈક્ષિક મહાસંઘના પ્રમુખ હિતેન્દ્રસિંહ ઝાલાએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે નવ માર્ચના રોજ ગાંધીનગર ખાતે સમગ્ર રાજ્યના શિક્ષકો મહા પંચાયત ભરવામાં આવશે.