છોટા ઉદેપુર જિલ્લાની નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત - Fake Govt Office - FAKE GOVT OFFICE
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16-05-2024/640-480-21486862-thumbnail-16x9-b-aspera.jpg)
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : May 16, 2024, 9:37 PM IST
છોટા ઉદેપુરઃ થોડા સમય અગાઉ બોડેલી ખાતે નકલી કચેરી કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જેમાં કુલ રૂ. 4.18 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અને આરોપી સંદીપ રાજપૂત છોટા ઉદેપુર સબ જેલમાં હાર્ટએટેકથી મૃત્યુ પામ્યો છે. સંદીપ રાજપૂત છેલ્લા 7 મહિનાથી જેલની અંદર હતો. સાંજના 6 કલાકની આસપાસ અચાનક સંદીપ રાજપૂતને ગભરામણ થતા જેલ સ્ટાફને જાણ કરી હતી. જેથી તાત્કાલિક છોટા ઉદેપુર જનરલ હોસ્પીટલ સરવાર અર્થે તેને લાવવામાં આવ્યો હતો. હોસ્પીટલમાં સંદીપ રાજપૂતનું મોત નીપજ્યું હતું. સંદીપ રાજપૂતના અચાનક મૃત્યુથી છોટા ઉદેપુર જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો. સંદીપ રાજપૂતનાં મૃત શરીરને પેનલ પોસ્ટમોટર્મ અર્થે વડોદરા મોકલી આપવામાં આવ્યો છે. આ અંગે છોટા ઉદેપુર સબ જેલના જેલર એચ એ બાબરીયાએ જણાવ્યું હતું કે, છોટા ઉદેપુર પોલીસ સ્ટેશનમાં નોંધયેલા નકલી કચેરી કૌભાંડના કાચા કામના આરોપીની તબિયત લથડતાં જેલના વાહનમાં સિવિલ હોસ્પિટલ છોટા ઉદેપુર ખાતે ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. જેની ટેલીફોનીક જાણ તેના પરિવારને કરવામાં આવી છે.