પાટણમાં મેઘરાજાએ વિરામ બાદ ફરી કરી પધરામણી, રાધનપુર, સાતલપુરમાં પડ્યો વરસાદ - rain in patan - RAIN IN PATAN

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Jul 9, 2024, 8:03 PM IST

પાટણ: રાધનપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનું ફરી વિરામ બાદ આગમન થયું છે. રાધનપુરના કલ્યાણપુરા, મોટી પીપળી, સાતુન,કમાલપુર, શબ્દલપુરા, નજુપુરા, સિનાડ, નાનાપુરા, કામલકપુર સહીતનાં અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીનું વાતાવરણ છવાયું છે. પંથકમાં ભારે ઉકળાટ અને સતત 2 દીવસથી પડી રહેલ ગરમીને લઇને વરસાદનું આગમન થતાં પંથકમાં ઠંડક પ્રસરતા લોકોએ હાશકારો અનુભવ્યો છે. પાટણના સિદ્ધપુર, રાધનપુર, સાંતલપુર તાલુકામાં વરસાદી વાતાવરણ જામ્યું છે. સિદ્ધપુર તાલુકાના રાજપુર, ખોલવાડા સહીત ગામોમાં વરસાદ પડ્યો હતો. સાંતલપુર, વારાહી લખાપુરા, સહીત ગામોમાં છુટા છવાયા ઝાપટા પડ્યા હતા. રાધનપુર શહેર સહીત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો. હાલ વરસાદી વાતાવરણથી ગરમી અને બફારાથી લોકોએ રાહત અનુભવી હતી. વરસાદ શરુ થતા ખેડૂતો પણ ખુશ થયા છે. .

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.