Budget 2024-25: કેન્દ્રીય બજેટ 2024-25 પર અમદાવાદના કરવેરા નિષ્ણાંત શું કહે છે? જૂઓ આ વીડિયો

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Feb 1, 2024, 10:06 PM IST

અમદાવાદઃ આજે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે વચગાળાનું સામાન્ય બજેટ રજૂ કર્યુ છે. લોકસભા ચૂંટણી 2024 સામે હોવાથી આ બજેટ પ્રત્યે નાગરિકોની અપેક્ષા વધી જાય તે સ્વાભાવિક છે. આ બજેટ ખરેખરતો વચગાળાનું બજેટ છે કારણ કે, લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ બનનારી સરકાર વર્ષ 2024 25નું સંપૂર્ણ સામાન્ય બજેટ ફરીથી રજૂ કરશે. જો કે આ વચગાળા બજેટ પણ કરવેરા નિષ્ણાંતનો અભિપ્રાય, પ્રતિભાવ અને પ્રતિક્રિયા વિશે જાણો આ વીડિયોમાં. જેમાં અમદાવાદના અગ્રણી ટેક્સ રિફોર્મ એકસપર્ટ નીતિન પાઠકે કોઈપણ રાજકીય પાર્ટીની ફેવર લીધા વિના પોતાના તટસ્થ વિચારો રજૂ કર્યા છે. જેમાં તેમણે મોદી સરકાર દરેક યોજનાઓનું ફાસ્ટ ઈમ્પ્લીમેન્ટ કરે છે તેવું જણાવ્યું હતું. કૉંગ્રેસ સરકારે રજૂ કરેલ યોજનાઓ પણ મોદી સરકાર બહુ પ્રાધાન્ય આપીને આગળ વધારી રહી હોવાનું નીતિન પાઠકે જણાવ્યું છે. આ ઉપરાંત મહિલા સુરક્ષા, શિક્ષણ જેવા ક્ષેત્રોમાં ઘણી પ્રગતિ થઈ છે. ટેકનોલોજીના ઉપયોગથી જીએસટીમાં ફેસલેસ એસેસમેન્ટ શક્ય બન્યું હોવાથી ખૂબ રાહત થઈ હોવાનું કરવેરા નિષ્ણાંત જણાવે છે. એઆઈ જેવી ટેકનોલોજીનો યૂઝ અત્યારે કેન્દ્ર સરકાર ભરપૂર કરી રહી છે. નેટ ઝીરો લક્ષ્યાંકમાં પણ ભારત અન્ય દેશો કરતા આગળ નીકળી જશે તેવી આગાહી નીતિન પાઠકે કરી છે.  

મોદી સરકાર દરેક યોજનાઓનું ફાસ્ટ ઈમ્પ્લીમેન્ટ કરે છે. મહિલા સુરક્ષા, શિક્ષણ જેવા ક્ષેત્રોમાં ઘણી પ્રગતિ થઈ છે તેમજ ટેકનોલોજીના ઉપયોગથી જીએસટીમાં ફેસલેસ એસેસમેન્ટ શક્ય બન્યું હોવાથી ખૂબ રાહત થઈ છે...નીતિન પાઠક(ટેક્સ રિફોર્મ, અમદાવાદ)

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.