Budget 2024-25: કેન્દ્ર સરકારે રજૂ કરેલ આજનું બજેટ લોલમલોલ અને પોલમપોલ છે- ડૉ. મનિષ દોશી

🎬 Watch Now: Feature Video

thumbnail

અમદાવાદઃ આજે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે વચગાળાનું સામાન્ય બજેટ રજૂ કર્યુ છે. આ બજેટને ગુજરાત કૉંગ્રેસે વખોડી કાઢ્યું છે. ગુજરાત કૉંગ્રેસના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ ભાજપ ખાસ કરીને વડા પ્રધાન મોદી પર આકરા વાકપ્રહાર કર્યા છે. મનિષ દોશીએ વર્ષ 2014 પહેલો નરેન્દ્ર મોદીએ આપેલો વચનો યાદ કર્યા હતા. જેમાં ખેડૂતોની આવક બમણી, દર વર્ષે 2 કરોડ રોજગાર, મોંઘવારી ઘટશે, કાળું નાણું પરત લવાશે તેવા વચનોમાંથી કયા વચનો 10 વર્ષ બાદ પૂરા થયા તેવો વેધક સવાલ કર્યો હતો. મનિષ દોશીએ રોજગાર વધારવાને બદલે ઘટાડી દીધાનો આક્ષેપ પણ કેન્દ્ર સરકાર પર કર્યો હતો. દર વર્ષે 2 કરોડ એટલે 10 વર્ષમાં 20 કરોડ રોજગાર પૂરો પાડવાને બદલે મોદી સરકારે 13 કરોડ જેટલી રોજગારી તો છીનવી લીધી છે. તેમજ 'મોસાળે મા પીરસનારી હોય' ત્યારે ભાણેજ ગુજરાતને લાભ મળવો જોઈએ.  જો કે ગુજરાતને ૧૦થી વધુ જુદી જુદી યોજનાઓમાં એક પણ રૂપિયો ગુજરાતને ન ફાળવીને ભાજપે ગુજરાતને અન્યાય કર્યો હોવાનું દોશી જણાવે છે. સરકારે પોતે તૈયાર કરેલ બેલેન્સ શીટના આંકડા ન મળતા હોવાની રજૂઆત પણ મનિષ દોશીએ કરી હતી.  

મોદી સરકાર જણાવે કે વર્ષ 2014 અગાઉ આપેલા વચનોમાંથી કયા વચન પૂરા કર્યા. દર વર્ષે 2 કરોડ એટલે 10 વર્ષમાં 20 કરોડ રોજગાર પૂરો પાડવાને બદલે મોદી સરકારે 13 કરોડ જેટલી રોજગારી તો છીનવી લીધી છે. 'મોસાળે મા પીરસનારી હોય' ત્યારે ભાણેજ ગુજરાતને લાભ મળવો જોઈએ.  જો કે ગુજરાતને ૧૦થી વધુ જુદી જુદી યોજનાઓમાં એક પણ રૂપિયો ગુજરાતને ન ફાળવીને ભાજપે ગુજરાતને અન્યાય કર્યો .કેન્દ્ર સરકારે રજૂ કરેલ આજનું બજેટ લોલમલોલ અને પોલમપોલ છે...ડૉ. મનિષ દોશી

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.