કામરેજ તાલુકામાં ભાજપની સભામાં જઈને ક્ષત્રિયોએ રૂપાલા વિરૂદ્ધ સૂત્રોચાર કર્યા - Kshatriyas against Rupala - KSHATRIYAS AGAINST RUPALA
🎬 Watch Now: Feature Video
Published : Apr 11, 2024, 10:33 AM IST
સુરત : જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમજ ક્ષત્રિયો વધુ ઉગ્ર બની રહ્યા છે. સુરત જિલ્લાના કામરેજના સેવની ગામે સભા કરેલ ગયેલ ભાજપના નેતાઓનો ક્ષત્રિયોએ વિરોધ નોંધાવતા ભાજપે મામલો થાળે પાડવાના પ્રયાસો હાથ ધર્યા હતા પરંતુ ભાજપના નેતાઓને સફળતા મળી ન હતી. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલ નિવેદનને લઈને હાલ ક્ષત્રિયો લાલઘૂમ થયા છે. આવેદનપત્રો અને ઠેર ઠેર પોસ્ટરો લગાવ્યા બાદ હવે ભાજપની સભાઓમાં જઈને વિરોધ કરવામાં આવતા ભાજપ ચિંતામાં મુકાઇ ગયું છે. બુધવારે કામરેજ તાલુકાના સેવની ગામે કામરેજ તાલુકા ભાજપના નેતાઓ પ્રચાર માટે પહોચ્યા હતા અને રામજી મંદિર નજીક એ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.સભા પૂર્ણ થાય એ પહેલાં સ્થાનિક ક્ષત્રિય સમાજના યુવાનો અને મહિલાઓ પહોંચી હતી અને રૂપાલા વિરૂદ્ધ સૂત્રોચાર કરતા વાતાવરણ ગરમ થઇ ગયું હતું. કામરેજ તાલુકા ભાજપ સંગઠનના તાલુકા મહામંત્રી હીતેન પટેલ સહિતના નેતાઓએ સતત સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ક્ષત્રિયો દ્વારા ભાજપનો કરાયેલ વિરોધનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. કામરેજ તાલુકા ભાજપ પ્રમુખ હીરેનભાઈ પટેલે જણાવ્યું હતું કે અમારા પ્રચાર દરમિયાન કેટલાક લોકોએ વિરોધ કર્યો હતો. અમારી ટીમ દ્વારા તેઓને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તેઓની રજૂઆતો સાંભળી હતી.