Bade Madan Mohan Lalji : જૂનાગઢમાં બડે મદનમોહન લાલજીનો મહાઉત્સવ, હાથી-ઘોડા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી - જૂનાગઢ વૈષ્ણવો

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Feb 2, 2024, 5:11 PM IST

જૂનાગઢ : આજથી જૂનાગઢના આંગણે બડે મદનમોહન લાલજીનો મહાઉત્સવ શરૂ થયો છે. આજે વહેલી સવારથી જ જૂનાગઢ શહેરના મુખ્ય માર્ગો પર વૈષ્ણવો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં હવેલીના બાવાશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં તમામ વૈષ્ણવોએ ધન્યતા અનુભવી હતી.

બડે મદનમોહન લાલજીનો મહાઉત્સવ : આજથી જૂનાગઢના આંગણે બડે મોહન લાલજીનો મહાઉત્સવ શરૂ થયો છે. ચાર દિવસ સુધી જૂનાગઢ વૈષ્ણવાચાર્ય રંગે રંગાયેલું જોવા મળશે. આજથી શરૂ થઈ રહેલા ઉત્સવમાં હાથી-ઘોડા અને બળદગાડા સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું હતું. હવેલીના બાવાશ્રી સહિત શહેરના વૈષ્ણવો ખૂબ જ ઉત્સાહપૂર્વક બડે મદનમોહન લાલજીના ધાર્મિક ઉત્સવમાં સામેલ થયા હતા. આગામી ચાર દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન થનારું છે. જેમાં 4 ફેબ્રુઆરીની સાંજે વિશાળ અન્નકૂટના દર્શન સાથે મહાઉત્સવ પરિપૂર્ણ થશે. 

  1. Republic Day 2024 : જૂનાગઢમાં 75માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી, જુઓ પોલીસ જવાનોના દિલધડક કરતબ
  2. Junagadh News : રામરાજ્યની સ્થાપનાનું દ્રષ્ટાંત પૂરું પાડતું જૂનાગઢ સર્વ જ્ઞાતિ યજ્ઞનું આયોજન

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.