28 લાખના દારૂ પર બુલડોઝર ફરી વળ્યું, ભાભર પોલીસે 19,000 દારૂની બોટલનો નાશ કર્યો - banaskantha news - BANASKANTHA NEWS
🎬 Watch Now: Feature Video
Published : Sep 6, 2024, 10:17 PM IST
બનાસકાંઠા: આજ રોજ બનાસકાંઠાના ભાભર શહેર ખાતે નગરપાલિકાના ડમ્પિંગ સાઈટ પર 120 જેટલા ગુનામાં ઝડપાયોલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. અંદાજે 28 લાખના દારૂ પર બુલડોઝર ફરી વળતા દારૂની નદીઓ વહેતી થઈ હતી, જોકે બનાસકાંઠાના ભાભર પોલીસ દ્વારા ત્રણ વર્ષથી પકડાયેલ દારૂના મુદ્દા માલનો નાશ કરવામાં આવ્યો હતો. પ્રોહીબેસનના લગભગ 120 ગુનામાં 19,000 થી વધુ બોટલ દારૂ ઝડપાયો હતો. જ્યારે તાલુકાના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં જ ભાભર પોલીસે પકડાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ માનનીય આઈજી અને માનનીય એસપી અક્ષરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો છે. જેથી પોલીસ સ્ટેશનમાં પણ સ્વચ્છતા રહે અને પોલીસ સ્ટેશનમાં પણ જગ્યા રહે તે હેતુથી આ મુદ્દમાલ નાશ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.