બનાસકાંઠા પોલીસે માવલના રિસોર્ટમાં ચાલતો શ્રાવણિયો જુગાર ઝડપ્યો, 12 શખ્સો પકડાયા - Banaskantha

By ETV Bharat Gujarati Team

Published : Aug 14, 2024, 7:29 AM IST

thumbnail
બનાસકાંઠા પોલીસે કરી જુગારધામ પર રેડ (Etv Bharat Gujarat)

બનાસકાંઠાઃ આબુરોડ રીકો પોલીસે જુગારધામ પર રેડ કરી જુગાર રમતા બનાસકાંઠાના બાર શખ્સોને ઝડપી લીધા છે અને તેમના સામે આબુરોડ રિકો પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે. આબુરોડ રીકો પોલીસેને ખાનગી રાહે બાતમી મળતા જ માવલના જોય વિલા રિસોર્ટમાં દરોડો પાડયો હતો અને આ દરોડામાં જુગાર રમતા બનાસકાંઠાના ડીસાના રહેવાસી 12 શખ્સોને આબુરોડ રીકો પોલીસે ઝડપીને કાર્યવાહી કરી છે. તેમજ ઝડપાયેલા જુગારીયાઓ પાસેથી મુદ્દામાલ પણ પોલીસે દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. શ્રાવણ જુગાર રમતા રંગેહાથ પોલીસના હાથે ઝડપાયેલા લોકો પાસેથી 1 લાખ 43 હજારથી વધુની જુગારની રકમ કબજે કરાઈ છે. તેમજ આ જુગાર રમતા જુગારીયાઓ પાસેથી 15 મોબાઈલ ફોન પોલીસે કબજે કર્યા છે, ગુજરાતના સટ્ટા બાજો મોટા પાયે જુગાર રમવાનું સ્થળ રાજસ્થાનનું માવલ અને માઉન્ટ આબુ પસંદ કરતા હોય છે. જેમાં પોલીસની રેડમાં ઝડપાઈ જતા હોય છે. માવલના જોય વિલા રિસોર્ટમાં પોલીસે કરેલી કાર્યવાહીમાં શાંતિ ભંગ કરવાના આરોપસર રિસોર્ટ સંચાલકને પણ પોલીસે કસ્ટડીમાં લીધો છે. એસપી અનિલ કુમારની સૂચનાથી રિકો પોલીસે કરી કાર્યવાહીકરી હોવાની માહિતી હાલ તો મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.