બનાસકાંઠા જિલ્લા પંચાયતના 9 ગ્રામસેવકોને છૂટા કર્યા, જાણો સમગ્ર મામલો - Banaskantha News - BANASKANTHA NEWS
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-07-2024/640-480-21842293-thumbnail-16x9-x-aspera.jpg)
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : Jul 1, 2024, 7:31 PM IST
બનાસકાંઠા : જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગમાં ફરજ બજાવતા 9 ગ્રામ સેવકોને કોર્ટના આદેશ બાદ છુટા કરવામાં આવ્યા છે. જેમાં 2016-17 માં નિયમ અનુસાર સરકાર દ્વારા જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. સરકાર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા લઈ કુલ 107 ઉમેદવારોને ગ્રામસેવક ખેતીવાડી તરીકે નિમણૂક આપવામાં આવી હતી. પરંતુ 107 ઉમેદવારોમાંથી નવ ઉમેદવારો B.Sc. એગ્રીકલ્ચરની ડીગ્રી ધરાવતા હોવાથી કોર્ટ મેટર થયેલી હતી. કોર્ટમાં ચુકાદો આવતા તમામ નવ ઉમેદવારોને છુટા કરવામાં આવ્યા છે. આ મામલે જિલ્લા વિકાસ અધિકારી એમ. જે. દવેએ જણાવ્યું કે, જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ દ્વારા 2016-17માં નિયમ અનુસાર જાહેરાત બહાર પાડી સ્પર્ધાત્મક પરીક્ષા લઈ કુલ 107 ઉમેદવારોને ગ્રામસેવક ખેતીવાડી તરીકે નિમણૂક આપવામાં આવી હતી. જે પૈકીના નવ ઉમેદવારો BSc એગ્રીકલ્ચરની ડીગ્રી ધરાવતા હોવાના વિવાદ સાથે કોર્ટ મેટર થયેલી, જેના અનુસંધાને આગળની પ્રક્રિયા થતા નિયમ અનુસાર તેમને છૂટા કરવામાં આવ્યા છે.