તંત્રની આ તે કેવી કામગીરી? ભારતમાં ચાર પાકિસ્તાની નાગરિકોના આયુષ્યમાન કાર્ડ નીક્ળ્યા - Ayushman Card of Pakistani citizens - AYUSHMAN CARD OF PAKISTANI CITIZENS
🎬 Watch Now: Feature Video


Published : Jul 25, 2024, 2:35 PM IST
મહેસાણા: મહેસાણામાં પાકિસ્તાની ચાર નાગરિકોના આયુષ્માન કાર્ડ નીકળી જતા તંત્રની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. અગાઉ વર્ષ 2022 માં 6 પાકિસ્તાની નાગરિકોના ચૂંટણી કાર્ડ કઢાવી દેતા જાણવાજોગ ફરિયાદ થઈ હતી. જે ચૂંટણી કાર્ડ બાદ હવે આયુષ્યમાન કાર્ડ પણ નીકળી જતા સવાલો ઉઠ્યા છે. મહેસાણામાં પાકિસ્તાની પરિવારના નાગરિકો પાકિસ્તાનથી ભારત આવીને LTV (લોંગ ટર્મ વિઝા)ને આધારે પરિવાર રહે છે. ત્યારે રેશનકાર્ડ, આધાર કાર્ડ અને આવકના દાખલાના આધારે આયુષ્યમાન કાર્ડના નીકળતું હોય છે. તો આ નાગરિકોનું આયુષ્યમાન કાર્ડ કેવી રીતે નીકળ્યું તે પ્રશ્ન ઊભો થાય છે. આધાર કાર્ડ અને આવકનો દાખલો કોણે બનાવી આપ્યો તેની પણ તપાસ ચાલુ છે. આયુષ્યમાન કાર્ડ નિયમ અનુસાર નીકળી શકે કે નહીં તે અંગે તાલુકા આરોગ્ય અધિકારીએ જિલ્લા આરોગ્ય અધિકારીને પત્ર પાઠવી તપાસ શરૂ કરી છે.