સુરત એરપોર્ટ પર ટેકઓફ કરતી વખતે કલકત્તાની ફ્લાઈટ સાથે પક્ષી અથડાયું - Surat International Airport - SURAT INTERNATIONAL AIRPORT
🎬 Watch Now: Feature Video
Published : Jul 26, 2024, 8:48 PM IST
સુરત: સુરત એરપોર્ટ ખાતે ફરી બર્ડ હિટની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ગઈકાલે સવારે એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરત- કલકત્તા ફ્લાઈટ સાથે બર્ડ હિટની ઘટના બનતા એરપોર્ટ તંત્ર દોડતું થઈ ગયું હતું. ફ્લાઈટ ટેકઓફ કરે તે પહેલા બનેલી આ ઘટનાને પગલે પાયલટે સમયસૂચકતા દાખવી હતી અને ફ્લાઈટને બ્રેક મારી પાર્કિંગ તરફ વાળી હતી. 250 થી વધુની સ્પીડે દોડતી આ ફ્લાઈટને અચાનક બ્રેક લાગતા મુસાફરો થોડા સમય માટે ભયભીત થઈ ગયા હતા. જોકે, આખી ઘટનાથી વાકેફ થયા બાદ રાહતનો શ્વાસ લીધો હતો. ઉલ્લેખનીય છેકે, સુરત એરપોર્ટ નજીક દરિયો હોવાથી પક્ષીઓ માટે ફૂડ સાયકલ ખૂબ સરળ રહે છે. આ ઉપરાંત સ્થાનિક વિસ્તારમાં ઝીંગા તળાવ પણ હોવા સાથે ઘાસ ઊગી નીકળતું હોય પક્ષીઓને જીવજંતુ સહિતનો ખોરાક સરળતાથી મળી રહે છે. જેને લીધે સુરત એરપોર્ટ ખાતે સમયાંતરે બર્ડ હિટની ઘટનાઓ બનતી રહે છે.