પોરબંદર શહેરમાં એક યુવાનને રોમિયોગીરી કરી, ધોલાઇનો વિડીઓ વાઇરલ - molest two women in Porbandar - MOLEST TWO WOMEN IN PORBANDAR
🎬 Watch Now: Feature Video


Published : Jun 27, 2024, 3:22 PM IST
પોરબંદર: પોરબંદર નજીકના ભાણવડ ખાતે રહેતી બે મહિલાઓ યુગાન્ડા રોડ પર આવેલી એક હોસ્પિટલમાં સારવાર લેવા પોરબંદર આવી હતી. ત્યારે રાજકોટ ખાતે રહેતા અને એમઆર તરીકે ફરજ બજાવતા યુવાને બન્ને મહિલાની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાં મહિલાઓએ કોઇ પ્રત્યુત્તર ન આપતા હોસ્પિટલ નજીકથી પીછો કરી અને એમઆર યુવાને મહિલાને વિઝીટીગ કાર્ડ આપ્યુ હતુ અને મહિલાની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવાને ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને મહિલાએ તેનો પીછો કરી બાલુબા કન્યા વિદ્યાલય નજીક ઝડપી લઇ અને ચંપલ વડે ધોલાઇ શરૂ કરી દીધી હતી જેને પગલે લોકોના ટોળા એકત્રીત થયા હતા. પોલીસ પણ દોડી આવી હતી અને યુવાનને ઇજા થતાં 108 અમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.જોકે આ બનાવને લઇ કમલાબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. લોકોના ટોળા એકત્રીત થઇ ગયા હતા. પરંતુ કોઈ કારણો સર મહિલાએ કોઈ ફરિયાદ નોંધાવી ન હતી. ધોલાઈનો વિડીઓ વાઇરલ થયો હતો.