ઈડર ફાયર બ્રિગેડને ફેંક કોલ આપી એક ઇસમે મામુ બનાવ્યા... - fire brigade team In Eder

By ETV Bharat Gujarati Team

Published : Jun 19, 2024, 7:56 PM IST

thumbnail
ઈડર ફાયર બ્રિગેડને ફેંક કોલ આપી એક ઇસમે મામુ બનાવ્યા (ETV Bharat Gujarat)

સાબરકાંઠા: હવે ફાયર બ્રિગેડને પણ ઈસમો મામુ બનાવતા થઈ ગયા છે. વાત છે સાબરકાંઠા જિલ્લાનાં ઈડર શહેરની કે જ્યાં મંગળવારનાં રોજ બપોરે એક ઈસમ એક્ટિવા લઇ ઈડર ફાયર સ્ટેશનમાં આવ્યો. અને ફરજ પરના કર્મચારીને આવીને કહે છે કે ઈડરની શિવ શક્તિ કોટન જીનમાં આગ લાગી છે. તમે મારી સાથે ચાલો ધટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ફાયર સ્ટેશનથી વોટર બ્રાઉઝર લઇ ઈડર હિંમતનગર હાઇવે પર સદાતપુરા પાટીયા નજીક આવેલ શિવ શક્તિ કોટન જીનમાં આગ ઓલવવા માટે પહોચી ગઈ હતી. 

પરંતુ ધટના સ્થળે પહોંચીને જોયું તો "ખોદયો પહાડ અને નીકળ્યો ઉંદર" જેવો ઘાટ સર્જાયો હતો. શિવ શક્તિ કોટન જીનમાં કામ કરી રહેલા મજૂરોને પૂછતા મજૂરોએ ફાયર જવાનોને જણાવ્યું હતું કે અહીંયા કોઈપણ પ્રકારની આગ લાગી નથી. જેથી ઈડર ફાયર ટીમ વિલા મોઢે ફાયર સ્ટેશન પરત આવી હતી. આ અંગે ઈડર ફાયર ઇન્ચાર્જ કમલભાઈ પટેલને પૂછતા તેમણે જણાવ્યુ હતું કે અમે આ એક્ટિવા ચાલક કોણ હતો તેની તપાસ કરી રહ્યા છીએ. તેમજ જીનના માલિકના પણ અમે સંપર્કમાં છીએ. ઈસમ મળ પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.