રાજકોટમાં આઈ.પોર્ટલ પર ખેડૂત સબસિડીની અરજી ન થતી હોવાનો આક્ષેપ - issue about I Portal in rajkot - ISSUE ABOUT I PORTAL IN RAJKOT
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19-06-2024/640-480-21748266-thumbnail-16x9-jpg.jpg)
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : Jun 19, 2024, 7:56 PM IST
રાજકોટ: જિલ્લાના સહકારી અગ્રણી પાલ આંબલીયા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે આઈ પોર્ટલ પરથી જુદી જુદી સબસીડીઓ આપવા માટેની અરજીઓ મંગાવવામાં આવે છે. પરંતુ, પોર્ટલ શરૂ જ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. તેમના મતે આ પોટલ 24 કલાક ચાલુ રહેવું જોઈએ જેથી ખેડૂતો યોગ્ય સમયે અરજી કરી શકે સાથે સાથે જો ઓનલાઇન અરજી ન થાય તો રૂબરૂ અરજી સ્વીકારવાની પણ એક પ્રક્રિયા હાથ ધરવી જોઈએ. આમ ખેડૂતો જુદી જુદી ઓનલાઇન અરજી માટે ઘણા પરેશાન થયા હતા. સબસીડી નો લાભ ખેડૂતોને નહીં મળે તેવો આક્ષેપ પણ પાલ આંબલીયા દ્વારા કરવામાં આવ્યો છે.