દ્વારકામાં દે ધનાધન, 100 જેટલી દુકાનો અને 30 જેટલી હોટલ પાણી પાણી... - HEAVY RAINFALL IN DWARKA - HEAVY RAINFALL IN DWARKA
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/20-07-2024/640-480-22000708-thumbnail-16x9-jpg.jpg)
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : Jul 20, 2024, 2:13 PM IST
દ્વારકા: રાજ્યમાં ચારેયકોર ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે. યાત્રાધામ દ્વારકામાં આજે પણ સતત વરસાદથી તમામ રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. દ્વારકામાં આવેલ ભદ્રકાળી ચોકમાં લગભગ 100 જેટલી દુકાનો અને 30 જેટલી હોટલ, બેન્કો માં પાણી ભરાઇ ગયા છે જેને લીધે કોલોને હાલાકી થઈ રહી છે. દેવભૂમિ દ્વારકામાં ગઈ કાલે 15 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જે બાદ ફરી આજે સવારથી અત્યાર સુધીમાં 5 ઈંચ જેટલો વરસાદ વરસી ગ્યાઓ છે. દ્વારકા માં રાવલા તળાવનાં વિકાસ બાદ દર વર્ષે અહીં પાણી ભરી જાય છે. રાવળા તળાવનાં વિકાસ બાદ તેની આસપાસના વિસ્તારો ભદ્રકાળી ચોક, રબારી ગેટ અને તિંનબતી ચોકમાં પાણી ભરાયા છે. મોડી રાતથી દેવભૂમિ દ્વારકામાં મેધરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે.