thumbnail

રથયાત્રા LIVE, જય જગન્નાથ, અમદાવાદમાં નગરચર્યાએ નીકળ્યા જગન્નાથ - Ahmedabad Rathyatra 2024 live

By ETV Bharat Gujarati Team

Published : Jul 7, 2024, 7:53 AM IST

અમદાવાદ: આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા નીકળી છે. આજે સવારે નીજ મંદિરમાં ભગવાન જગન્નાથની મંગળા આરતી કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે મંગળા આરતી કરી હતી. મંદિરમાં જય રણછોડ, માખણ ચોરનો નાદ ગુંજી રહ્યો છે. ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યાર બાદ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી હતી અને પછી શાસ્ત્રોક્ત વિધિ સાથે રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રથયાત્રા પહેલા એક ખાસ પ્રકારની વિધિ કરવામાં આવે છે જેને પહિંદ વિધિ કહેવામાં આવે છે. જેમાં નાથાણી નગર યાત્રા પહેલા પહિંદ વિધિ કરવામાં આવે છે. જેમાં રાજ્યના રાજા એટલે કે મુખ્યમંત્રી જગન્નાથજીના પ્રથમ સેવક હોવાથી સોનાની સવર્ણી સાથે પહિંડા વિધિ કરે છે. ગુજરાતમાં આ વિધિ પહિંદ વિધિ તરીકે ઓળખાય છે. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.