રાજકોટ મનપાના પૂર્વ TPO મનસુખ સાગઠીયાની ઑફિસમાંથી કરોડોની રોકડ મળી, ACBની ટીમની કાર્યવાહી - Crore seized Mansukh Sagathia - CRORE SEIZED MANSUKH SAGATHIA
🎬 Watch Now: Feature Video
Published : Jul 2, 2024, 12:43 PM IST
રાજકોટ: જિલ્લામાં મનપાના તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠીયાની ઓફિસ ખાતે એસીબીની તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાં તપાસ દરમિયાન 150 ફૂટ રિંગરોડ પર આવેલ સાગઠીયાની ઓફિસનું સીલ ખુલતા રૂપિયા 3 કરોડની રોકડ રકમ હાથ લાગી હતી. ઉપરાંત એક કરોડથી વધુની કિંમતનું સોનું પણ મળી આવ્યું હતું. એવું માનવામાં આવે છે કે, આગળ વધુ તપાસ કરતાં વધુ ખુલાસા થાય તેવી પુરી શક્યતા છે. તમને જણાવી દઈએ કે, જિલ્લાના TRP ગેમઝોન અગ્નિકાંડમાં ટાઉન પ્લાનીગ, ફાયર સહિતના વિભાગના અધિકારીઓ સામે તપાસ ચાલી રહી છે. ત્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા સામે ACBએ ફરિયાદ નોંધી છે. તત્કાલીન TPO પાસે ગેસ એજન્સી, પેટ્રોલ પંપ અને અમદાવાદમાં અદાણી શાંતિગ્રામમાં બંગલો સહિતની પ્રોપટી મળી આવતા તેના વિરુદ્ધ ગુનો નોધાવમાં આવ્યો છે.