મેફેડ્રોનનું છુટક વેચાણ કરતા આરોપીની ધરપકડ, લાખો રુપિયાનો મુદ્દામાલ જપ્ત - ahmedabad SOG arrested the accused - AHMEDABAD SOG ARRESTED THE ACCUSED
🎬 Watch Now: Feature Video
Published : Jun 26, 2024, 12:57 PM IST
અમદાવાદ: નારોલ સર્કલ પાસેથી મેફેડ્રોન(ડ્રગ્સ)નું વેચાણ કરતા આરોપીની એસ.ઓ.જીની ટીમે ધરપકડ કરી છે. મેફેડ્રોનનો કુલ જથ્થો 53 ગ્રામ જેની કુલ કિંમત રૂ. 5,30,000/- તથા બીજી ચીજવસ્તુઓ મળી કુલ રૂ. 5,36,500/ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે. એસ.ઓ.જી ટીમને બાતમી મળતા અમદાવાદના નારોલ સર્કલ પાસેથી ડ્રગ્સનું છુટક વેચાણ કરતો સારુખાન નામના આરોપીની ધરપકટ કરી છે. આ આરોપી એમપીના રતલામનો રહેવાસી છે. તે રતલામ થી નારોલ આવી મેફેડ્રોનનું છુટક વેચાણ કરતો હતો. રતલામના અમરાનખાન નામના શખ્સ પાસેથી ડ્રગ્સ લાવીને અહિં વેચાણ કરતો હતો. છુટક રીક્ષા ચાલકો અને ટ્રાસ્પોર્ટ તેની પાસેથી માલ લેતા હતાં. આરોપી રેલ્વે અને ટ્રાવેલિંગ બસમાં આ જથ્થો લાવતો હતો.