તાપી જિલ્લામાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પોતાનું જીવન ટુંકાવ્યું - 15 YEARS OLD BOY SUICIDE in tapi - 15 YEARS OLD BOY SUICIDE IN TAPI
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-07-2024/640-480-21914937-thumbnail-16x9-jpg.jpg)
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : Jul 10, 2024, 4:59 PM IST
તાપી: તાપી જિલ્લામાં એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં હોસ્ટેલમાં રહેતા અને ઘોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટુંકાવ્યું હતું. આ વિદ્યાર્થી કુકરમુંડાના ઇતરવાઈ ગામમાં રહેતો હતો. જેની ઉંમર 15 વર્ષની હતી. આ 15 વર્ષિય વિવેકકુમાર પાડવી સોનગઢ તાલુકાના ઉકાઈ ખાતે આવેલા આદર્શ નિવાસી શાળાની હોસ્ટેલમાં અભ્યાસ કરવા ગયો હતો અને હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતો હતો. ઘટનાની જાણ પરિવારને થતા શોકનો માહોલ છવાયો હતો. હોસ્ટેલમાં તેણે ગળે ફાંસો ખાઈ તેનું જીવન ટુંકાવ્યું હતું. અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવી રહ્યું છે. અને ઉકાઈ પોલીસે આત્મહત્યાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.