જળ જીલણી અગિયારસ નિમિત્તે રાધનપુરમાં રાધાકૃષ્ણ મંદિર ઠાકોર વાસ ખાતેથી શોભાયાત્રા કાઢવામાં આવી - Jal Jilani Agiyaras - JAL JILANI AGIYARAS

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Sep 15, 2024, 6:55 AM IST

પાટણ: પાટણ જિલ્લાના રાધનપુરમાં આવેલા મોટા ઠાકોર વાસ ખાતેથી રાધાકૃષ્ણ મંદિરથી ગઈ કાલે અગિયાસ નિમિતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જળ જીલણી અગિયારસને લઈને દર વર્ષની જેમ આ વર્ષે પણ ઠાકોર સમાજ દ્વારા આ ભવ્ય શોભાયાત્રા કાઠવામાં આવી હતી. આ શોભા યાત્રા મોટા ઠાકોર વાસ ખાતેથી રાધનપુર ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક વડ પાસળ તળાવ ખાતે પહોંચી હતી. ત્યાં ભગવાનને જીલાવામાં આવ્યા હતા. આ શોભાયાત્રાની અંદર રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર અને ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોર તેમજ શંકરજી મોતીજી ઠાકોર અને અન્ય મહાનુભાવો, સાધુ સંતો, પણ આ શોભાયાત્રાની અંદર જોડાયા હતા. શોભાયાત્રાની અંદર સમગ્ર રાધનપુર નગરની અંદર ભક્તિમય વાતાવરણ બન્યું હતું.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.