કઠોદરાના જેમ ફાર્મ હાઉસ માટે લવાયેલ પ્લેનથી સોશ્યલ મીડિયામાં અફવાઓ ફેલાઈ - A plane - A PLANE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Jun 5, 2024, 9:23 PM IST

સુરતઃ 'વા વાયા ને નળિયું ખસ્યું, આંખનું કાજળ કાને ઘસ્યું' અખાના આ છપ્પા સોશ્યલ મીડિયામાં છવાયેલા કઠોદરાના પ્લેનના સંદર્ભમાં કંઇક અંશે યથાર્થ બન્યા હતા. કામરેજનું કઠોદરા ગામ બે ચાર દિવસથી સોશ્યલ મીડિયામાં ખાસ્સુ ચર્ચાના ચકડોળે ચઢયુ હતું. કઠોદરા ગઢપુર વાળા રોડની સાઇડમાં રાખેલા મહાકાય પ્લેન જોવા મળતા તેની વાસ્તવિકતા જાણ્યા પહેલા તેના વિશેની અનેક અટકળો સોશ્યલ મીડિયામાં છવાયેલી રહી હતી. પરંતુ વાસ્તવિકતા કંઇક અલગ જ હતી. ETV BHARATએ પ્લેન વિશેની સાચી હકીકત તપાસતા કઠોદરા જેમ ફાર્મ હાઉસના અમિત વાઘાણીના ભાગીદાર બટુકભાઈ પટેલે ETV BHARATને જણાવ્યું હતું કે, અંદાજિત 40 વર્ષ જૂનું અને 100 ફૂટની લંબાઈ તેમજ 23 ફૂટ પહોળાઈ ધરાવતા ભારતીય ડાકનું પ્લેન સાચવણી અર્થે અમો લાવ્યા છીએ. જે એરોપ્લેનને જેમ ફાર્મ હાઉસ અંદર લઈ જવામાં મુશ્કેલી નડતા 2 દિવસ માટે રોડની બાજુમાં રાખેલું છે. જેને જોતા લોકોમાં કુતૂહલની લાગણી જન્મી છે. તેમજ બધા સોશ્યલ મીડિયા મારફતે એરોપ્લેન ક્રેશ થવાની ઘટના ગણાવે છે. જે માત્ર અફવા છે. અફવાને બદલે ETV BHARAT સત્ય પર પ્રકાશ પાડે છે. ઉલ્લેખનીય છેકે વાયરલ થયેલ વિડીયોને લઈને લોકો હજુ પણ સ્થળ પર પહોંચી રહ્યા છે અને પ્લેન સાથે ફોટાઓ પાડી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.