વરસી રહેલા વરસાદને પગલે, ગોરધા ડેમ ઓવરફ્લો થતાં નયનરમ્ય દ્રશ્ય જોવા મળ્યા - Overflow Of Gordha Dam

🎬 Watch Now: Feature Video

thumbnail

સુરત: બે દિવસ વરસાદનું જોર ઘટ્યા બાદ ફરી સુરત જિલ્લામાં આજરોજ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વરસી રહેલા વરસાદને લઈને ફરી નદી નાળામાં નવા નીરની આવક થતા જીવંત થયા છે. માંડવી તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન ગોરધા ડેમના ઉપરવાસમાં વરસેલા ધોધમાર વરસાદને પગલે ડેમમાં મોટી માત્રામાં પાણીની આવક થઇ હતી અને ડેમ ઓવરફ્લો થતાં નયનરમ્ય દ્રશ્ય જોવા મળ્યા હતા. ડેમ ઓવરફ્લો થયાની વાત વાયુવેગે પ્રસરી જતાં ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી હતી. ખેડૂતોને આ વર્ષ સારું જશે એવી આશાઓ બંધાઈ છે. મેઘરાજાની પહેલી ઇનિંગ્સમાં જ ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતને આ વર્ષ પણ સારું જશે તેવી આશાઓ બંધાઈ છે. ઉલ્લેખનિય છે કે, આતુરતાથી રાહ જોવડાવ્યા બાદ છેલ્લા 10 દિવસથી બરાબર વરસાદી માહોલ જામ્યો છે.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.