મહેસાણાના તાવડિયાના સરકારી દવાખાનામાંથી એકસ્પાયરી દવાઓનો જથ્થો મળ્યો, તપાસ ચાલું - Expired animal medicine issue
🎬 Watch Now: Feature Video
મહેસાણા: તાવડીયા ગામના પશુ દવાખાનામાંથી એક્સપાયરી દવાઓ મળી આવતા મામલા એ વિવાદ પકડ્યો છે. તાવાડિયા ગામે સરકારી પશુ દવાખાનાની આ સમગ્ર ઘટના છે. જ્યાં પશુ ચિકિત્સા અધિકારીની ટીમ સ્થળ પર પહોંચી હતી. અધિકારીઓની ટીમ દ્વારા સ્થળ પર દવાઓની તપાસ ચાલુ કરી હતી. પશુ દવાખાનામાંથી ટોઇલેટમાંથી દવાઓનો જથ્થો મળી આવ્યો હતો. જે કોથળા અને બોક્સ ભરીને એક્સપાયરી દવાઓ મળી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે , ગઈકાલે મહેસાણાના હૈદરી ચોક પશુ દવાખાનામાંથી એક્સપાયરી દવાઓ મળી હતી. ગઈકાલે 26 દવાઓ એક્સપાયરી વાળી સીઝ કરાઈ હતી, ત્યારે આજે વધુ દવાનો જથ્થો તા પશુ દવાખાનાથી મળી આવ્યો હતો. દવાખાના કમ્પાઉન્ડમાં જ કેટલીક એક્સપાયરી દવાઓ બાકી પણ નાખવામાં આવેલી હાલતમાં જોવા મળી હતી. કમ્પાઉન્ડમાં કેટલીક બોટલો ફેંકી દેવાઈ તો કેટલીક ઢોળી દેવાઈલી હાલતમાં પણ જોવા મળી હતી. જે જોતા બાયોમેડિકલ વેસ્ટ નિકાલ કરવાના નિયમોના પણ લીરે લીરા ઉડ્યા હોય તેમ લાગતું હતું. ત્યારે સવાલ એ થાય છે કે શું એક્સપાયરી દવાઓથી પશુઓની સારવાર થતી હતી ?સમગ્ર મામલે પશુપાલન વિભાગના અધિકારીઓની ટીમ દ્વારા તપાસ શરૂ કરાઈ છે.