ડાકોરમાં રાજાધિરાજના દર્શન કરવા ઉમટ્યું શ્રદ્ઘાળુઓનું ઘોડાપૂર, આવતીકાલે ધૂળેટી પર્વની ઉજવણી - lord of Dakor raja ranchhodraiji - LORD OF DAKOR RAJA RANCHHODRAIJI
🎬 Watch Now: Feature Video
Published : Mar 24, 2024, 6:03 PM IST
ડાકોર: યાત્રાધામ ડાકોર ખાતે હોળી પૂનમના મેળા નિમિત્તે રાજાધિરાજના દર્શન કરવા ભાવિક ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું હતું. જોકે, મોટી સંખ્યામાં પદયાત્રીઓ પણ ડાકોર પહોંચી રહ્યા છે. ડાકોરના રાજા રણછોડરાયજી મંદિરમાં હોળી પૂનમને લઈને ભાવિકોનો પ્રવાહ વધી રહ્યો છે. આવતીકાલે સોમવારે મંગળા આરતીથી લઈને અન્ય ધાર્મિક અનુષ્ઠાનોને લઈને મંદિર આખો દિવસ ખુલ્લું રહેશે. તેમજ નવ વાગ્યે શ્રીજી ફૂલડોળમાં બિરાજમાન થઈ ભક્તો સાથે હોળી ખેલશે. હોળી પર્વને લઈને ડાકોરમાં ત્રણ દિવસ દરમિયાન 12 લાખ જેટલા ભાવિકોએ રાજાધિરાજના દર્શન કર્યા છે. તેમજ હજુ પણ મોટી સંખ્યામાં પદયાત્રીઓ ડાકોર પહોંચી રહ્યા છે. હોળી મેળાની સુચારૂ વ્યવસ્થા માટે વિશેષ આયોજન કરાયુ છે. ડાકોરમાં રણછોડરાયજીના મંદિર ખાતે ધજા ચડાવવાનું પણ વિશેષ મહત્વ રહેલું છે. જેને લઈ ભાવિકો દૂર દૂરથી 52 ગજની વિશાળ ધજાઓ લઈ મંદિરે પહોંચે છે. જ્યાં ભક્તિપૂર્વક ધજા ચડાવે છે. જેના માટે પણ ટેમ્પલ કમિટી દ્વારા સુચારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે, ડાકોરમાં આવતીકાલે હોળી પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે. સવારે 3:45 કલાકે મંદિર ખુલી જશે.જે બાદ 4:00 કલાકે મંગળા આરતી થશે.મંદિર આખો દિવસ ખુલ્લું રહેશે.સવારે 9:00 કલાકે શ્રીજી ફૂલડોળમાં બિરાજમાન થશે.9:00 થી 1:00 વાગ્યા સુધી કુલડોળમાં ભગવાનના દર્શન કરી શકાશે.જે બાદ સાંજે 5:15 પછી શ્રીજી શયનભોગ, સખડીભોગ આરોગી અનુકૂળતાએ પોઢી જશે અને તેની સાથે મંદિર બંધ થશે.