Fire breks out in banni grassland: બન્નીના ઘાસિયા મેદાનમાં ભીષણ આગ, માલધારીઓમાં ચિંતા - Bunny grasslands of kutchh
🎬 Watch Now: Feature Video
Published : Mar 18, 2024, 11:01 PM IST
ભૂજ: કચ્છના બન્નીનાં ઘાસિયા મેદાનોમાં ફરી એકવાર ભીષણ આગ લાગી હતી. બન્ની વિસ્તારના વિવિધ ગામની સીમમાં ગઈકાલથી ભયંકર આગ ફાટી નીકળી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ આગ 36 કલાકથી પણ વધુ સમયથી વધુ પ્રસરી રહી છે. સ્થાનિક માલધારીઓ પોતાના માલ ઢોર માટે ચિંતાતુર બન્યા છે. આગને કાબૂમાં લાવવા સ્થાનિક લોકો દ્વારા પણ પોતપોતાની રીતે પ્રયાસો કર્યા. રાત્રિના સમયે પવનની ગતિ વધુ હોતા આગ સીમાડાના વિસ્તારમાં ઝડપથી પ્રસરી . જો કે અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર સામે નથી આવી રહ્યા. સ્થાનિક ઇમરાન જતના જણાવ્યા મુજબ આગ ગઈકાલથી લાગેલી છે જે હજી સુધી કાબૂમાં નથી આવી. જ્યારે ભુજ ફાયર સ્ટેશન દ્વારા આજે સવારના 5 વાગ્યે આગ પર કાબુ મેળવવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે ત્યાર બાદ ફરી આગ નીકળી હોવાનું જાણવા મળી રહ્યું છે.આ આગના કારણે કીમતી ઘાસ બળીને ખાક થઈ ગયું હતું. જ્યારે વનવિભાગના અધિકારી બી.એમ.પટેલના જણાવ્યા મુજબ દર વર્ષે આ સમયગાળામાં પાણીના ઘાસમાં આગ લાગે છે અને આગને કાબૂમાં લાવવા માટે ભુજ ફાયર બ્રિગેડ દ્વારા પણ કામગરી હાથ ધરવામાં આવી હતી.