સુરતમાં માંગરોળના કંટવા ગામે નહેરમાંથી તરતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો, પોલીસ તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી - SURAT CRIME NEWS - SURAT CRIME NEWS
🎬 Watch Now: Feature Video
Published : Jun 17, 2024, 4:42 PM IST
સુરત: જિલ્લામાં શંકાસ્પદ હાલતમાં અને બિન વારસી હાલતમાં મૃતદેહો મળવાનો સિલસિલો યથાવત છે. એવામાં વધુ એક મૃતદેહ મળી આવતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો.
નહેરમાં એક મૃતદેહ તરતી હાલતમાં: સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કંટવા ગામની સીમમાં પસાર થતી નહેરમાં એક મૃતદેહ તરતી હાલતમાં નજરે ચડતા સ્થાનિક લોકો નજીક દોડી ગયા હતા. તેમણે મૃતદેહને બહાર કાઢી કોસંબા પોલીસને જાણ કરી હતી. કોસંબા પોલીસ તાત્કાલિક ધોરણે સ્થળ પર દોડી ગઈ હતી, અને મૃતદેહનો કબજો લીધો હતો.
મૃતદેહની તપાસ: તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, મૃતકની ઉંમર અંદાજિત 30થી 35 વર્ષ છે. મૃતદેહની તપાસ કરવામાં આવતા તેના જમણા હાથના કાંડાના ભાગે નવઘણ લખેલું અને કાંડાના ઉપરના ભાગે અંગ્રેજીમાં PB લખેલું જોવા મળ્યું હતું. આ ઉપરાંત તેના ડાબા હાથના કાંડાના ભાગે હિન્દીમાં રાધા તથા વચ્ચેની આંગળી પર અંગ્રેજીમાં G લખેલું છે. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડી તેના પરિવાર સુધી પહોંચવાની કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવી છે.
કોસંબા પોલીસ મથકના PSI જે.એમ.ગઢવી એ જણાવ્યું હતું કે, "નહેરમાં મૃતદેહ હોવાની જાણ થતાં જ અમારી ટીમ તરત જ સ્થળ પર દોડી ગઈ હતી, અને મૃતદેહની તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે".