મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં વરસાદની સ્થિતિ અંગે કરાઇ સમીક્ષા - Cabinet meeting reviews rain - CABINET MEETING REVIEWS RAIN
🎬 Watch Now: Feature Video
Published : Jul 10, 2024, 10:01 PM IST
ગાંધીનગર: રાજ્યમાં તા. 10 જૂલાઈ સુધી કુલ 223.37 MM વરસાદ વરસ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં 40.26 લાખ હેક્ટર એટલે કે, 47.04 % જમીનમાં વાવેતર થયું છે. આ સીઝન માટે વાવેતર હેતુ બિયારણનો પુરતો જથ્થો ઉપલબ્ધ હોવાનો પ્રવક્તા મંત્રીએ દાવો કર્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યમાં ચોમાસાની ઋતુમાં વરસાદ અને કૃષિ પાકોના વાવેતરની પરીસ્થિતિ વિશે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં તા. 10 જુલાઈની સ્થિતિએ કુલ 223.37 MM વરસાદ વરસ્યો છે. જે સરેરાશ વરસાદના 25.30% છે. જેમાં રાજ્યના 89 તાલુકાઓમાં 51 થી 125 MM., 82 તાલુકાઓમાં 126 થી 250 MM, 54 તાલુકાઓમાં 251 થી 500 MM જ્યારે 24 તાલુકાઓમાં 501 થી 1000 MM વરસાદ નોંધાયો છે. કૃષિ પાકોની વાવેતરની સ્થિતિ અંગે તેમણે જણાવ્યું કે,ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ 40.26 લાખ હેક્ટર એટલે કે, 47.04% જમીનમાં વાવેતર થયું છે