ડાકોરમાં 68 કરોડના ખર્ચે બનાવેલા બ્રિજમાં ભ્રષ્ટાચારનું પડ્યું ગાબડું - bridge in Dakor has cracked - BRIDGE IN DAKOR HAS CRACKED
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-07-2024/640-480-21858995-thumbnail-16x9-.jpg)
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : Jul 3, 2024, 4:43 PM IST
ખેડા: યાત્રાધામ ડાકોરને કપડવંજ અને ઠાસરાથી જોડતા બ્રિજ પર ભ્રષ્ટાચારનું મસમોટું ગાબડું પડ્યુ છે. ડાકોર સર્કલ પર વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યા નિવારવા 68 કરોડના ખર્ચે આ ઓવરબ્રિજ બનાવાયો હતો. આ બ્રિજનું ચાર મહિના પહેલા જ મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. જો કે હલકી ગુણવત્તાને કારણે બ્રિજ જ એક સમસ્યા બન્યો છે. તેમજ ચાર મહિનામાં જ ભ્રષ્ટાચારની ચાડી ખાતા હોય તેમ બ્રિજ પરથી અવાર નવાર પોપડા ખર્યા હતા. તેની ગુણવત્તાને લઈ સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી. જો કે તે તરફ તંત્ર દ્વારા કોઈ ધ્યાન અપાયુ ન હતું. ત્યારે હવે બ્રિજના જોઈન્ટ પાસે મોટું ગાબડુ પડ્યુ છે. જેને કારણે હલકી ગુણવત્તાની કામગીરી કરવામાં આવી હોવાનું જણાઈ રહ્યું છે. હાલ ડાયવર્ઝન અપાતા ટ્રાફીક સર્જાઈ રહ્યો છે. ત્યારે ટ્રાફીક જામને લઈ વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. તંત્ર સામે સ્થાનિકો હલકી ગુણવત્તાનો બ્રિજ બનાવવાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. આ બાબતે માર્ગ મકાન વિભાગ (સ્ટેટ)ના નાયબ કાર્યપાલક ઈજનેર પ્રતિક સોનીનો સંપર્ક કરતા તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો. અધિકારીઓ દ્વારા મૌન સેવવામાં આવી રહ્યું છે. ત્યારે બ્રિજની ચકાસણી કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે.