વડોલી ગામ પાસે કીમ નદીના પાણીમાં BMW કાર ફસાઈ - BMW car stuck in the Kim river
🎬 Watch Now: Feature Video
Published : Sep 4, 2024, 4:18 PM IST
સુરત: જિલ્લાના ઓલપાડ અને માંગરોળ તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન કીમ નદીમાં હાલ મોટી માત્રામાં પાણીની આવક થઇ છે. કીમ નદીના પાણી કિમ, કઠોદરા, બોલાવ, વડોલી સહિતના ગામોમાં ઘૂસી ગયા છે. તેમજ કીમ ઓલપાડ સ્ટેટ હાઇવે પર પણ કિમ નદીના પાણી ભરાઈ જતાં કીમ ઓલપાડ સ્ટેટ હાઇવે બ્લોક થઇ ગયો છે. સુરતના વેસુ તરફથી આવેલા એક કાર ચાલકે જીવ જોખમમાં મૂકી ઓલપાડના વડોલી વાંક પાસે કાર પાણીના પ્રવાહમાં નાખી હતી. જેને લઇને કાર બંધ થઈ ગઈ હતી.સ્ટેટ હાઈવેની વચ્ચે જ બંધ થઈ ગઈ હતી. કારના અડધા દરવાજા સુધી પાણી આવી જતાં કાર ચાલક કારની ડીકીમાં બેસી ગયો હતો. કાર ચાલક ચાર કલાક સુધી કારની ડિકીમાં બેસી તંત્રના માણસોની મદદની રાહ જોઈ હતી. જોકે ચાર કલાક બાદ કાર ચાલક ફસાયો હોવાની જાણ કીમ પોલીસને થતા કીમ પોલીસ ટીમ ટોઈંગ વાન લઇને પહોંચી ગઈ હતી. પોલીસને જોઇને કાર ચાલકે રાહતનો શ્વાસ લીધો હતો. કારને ટોઈંગ કરી પાણીની બહાર કાઢી હતી.