તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, 8 જેટલા લો લેવલ પુલ પાણીમાં ગરક થયા - Gujarat weather update - GUJARAT WEATHER UPDATE
🎬 Watch Now: Feature Video


Published : Jul 2, 2024, 3:51 PM IST
તાપી : ગુજરાતભરમાં મેઘરાજાની સત્તાવાર એન્ટ્રી થઈ ગઈ છે. મોટાભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યા છે. તાપી જિલ્લામાં પડી રહેલા અવિરત વરસાદ વચ્ચે નદી નાળામાં પાણીની ભરપૂર આવક થઈ છે. આ સાથે જ જિલ્લામાંથી પસાર થતા લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેના કારણે વાહનવ્યવહારને અસર પડી છે. તાપી જિલ્લાના કુલ 8 જેટલા લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે. જેમાં વાલોડ તાલુકાના 5 અને વ્યારા તાલુકાના 3 લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થયા છે. સ્થાનિક રહીશો અને વાહનચાલકોએ મોટો ચકરાવો કરી વડામથક તરફ જવું પડે છે. ખાસ કરીને ગામડામાં રહેતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.