નવસારી ખાતે 78 માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ - Independence Day 2024 - INDEPENDENCE DAY 2024
🎬 Watch Now: Feature Video
Published : Aug 15, 2024, 2:39 PM IST
નવસારી: સમગ્ર દેશભરમાં 78 માં સ્વાતંત્ર્ય પર્વ નિમિતે તિરંગા યાત્રા સાથે ઉત્સાહભેર સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સ્વાતંત્ર્ય પર્વના આ અવસરે નવસારી શહેરમાં રાજય કક્ષાના આદિજાતિ વિકાસ અને શ્રમ રોજગાર વિભાગના મંત્રી કુંવરજી હળપતિના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્ર ધ્વજને સલામી આપી જીલ્લા કલેકટર શિપ્રા આગ્રે અને જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ સાથે પોલીસ પરેડનું નિરિક્ષણ પણ કરવામાં આવ્યું હતું. શહેરના શ્રેષ્ઠ અધિકારી અને કર્મચારીઓ સાથે તેજસ્વી વિધાર્થીઓનું સન્માન કરવામાં આવ્ય હતું અને આ પ્રસંગે મહાનુભાવો સાથે અધિકારીઓ અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ પ્રસંગે વિધાર્થીઓએ દેશ ભક્તિ ગીતો રજુ કર્યા હતા.