Mangrol Lok Adalat : માંગરોળ સિવિલ કોર્ટમાં યોજાઈ લોક અદાલત, 627 કેસોનો નિકાલ કરાયો - Mangrol Lok Adalat
🎬 Watch Now: Feature Video


Published : Mar 11, 2024, 9:48 AM IST
સુરત : માંગરોળ તાલુકા મથક સિવિલ કોર્ટ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરત અને તાલુકા કાનૂની સેવા સમિતિ માંગરોળના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ લોક અદાલતમાં વિવિધ પ્રકારના કુલ 627 કેસોનો નિકાલ કરાયો હતો.
લોક અદાલત : લોક અદાલતમાં ફોજદારી ક્રિમિનલ કેસ, ચેક બાઉન્સ, બેંક નાણાં વસુલાતના કેસ, લગ્ન વિષયક છૂટાછેડા, તકરારના કેસ, સિવિલ દાવા, ઈલેક્ટ્રીક સિટી બિલના કેસ સહિત વિવિધ પ્રકારના કેસ લોક અદાલતમાં કુલ 801 જેટલા કેસ મૂકવામાં આવ્યા હતા.
627 કેસનો નિકાલ : માંગરોળ એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ. એ. ખેરડાવાલાએ જણાવ્યું હતું કે, 471 કેસનો નિકાલ કરવામાં આવ્યું હતું. જ્યારે બીજા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એસ. કે. ત્રિવેદી દ્વારા 184 કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો. 627 કેસનો નિકાલ થયો હતો. લોક અદાલતની સફળ કામગીરીમાં માંગરોળ સિવિલ કોર્ટના રજીસ્ટર જે. એન. પટેલ તેમજ સ્ટાફ અને માંગરોળ બાર એસોસિએશનના પ્રમુખ અમિત પી. શાહ. અને વી. ડી. મૈસૂરિયા સહિતના અન્ય વકીલોએ સહયોગ આપ્યો હતો.