ભાણવડના ધારગઢ ગામે ફાટક નજીક એક જ પરિવારના 4 લોકોએ આત્મહત્યા કરી - The family committed suicide - THE FAMILY COMMITTED SUICIDE
🎬 Watch Now: Feature Video
Published : Jul 10, 2024, 10:45 PM IST
દ્વારકા: જિલ્લાના ભાણવડ તાલુકામાં એક જ પરિવારના 4 લોકોએ સામુહિક આપઘાત કરતા સમગ્ર પંથકમા અરેરાટી પ્રસરી ફેલાઇ ગઇ છે. ભાણવડ તાલુકાના ધારાગઢ ગામની ફાટક પાસે એક ખુલી જગ્યામાં એક જ પરિવારના 4 લોકોએ ઝેરી દવા પીને આત્મહત્યા કરાયાનો કિસ્સો સામે આવ્યો છે. જ્યારે તપાસ કરતા આ પરિવાર મૂળ મોડપર ગામનું રહેવાસી હોવાનું માલુમ પડ્યું છે અને હાલ જામનગરના માધવબાગમાં વસવાટ કરતું હતું. આ પરિવારે આત્મહત્યા કરી જેમાં પતિ પત્ની અને એક છોકરા અને એક છોકરીનો સમાવેશ થાય છે. હાલ જામનગરના રહેવાસી અશોક ઘુંવા, પત્ની લીલુબેન ધુંવા, પુત્ર જીગ્નેશ અને પુત્રી કિંજલ સાથે સમગ્ર પરિવારે આત્મહત્યા કરી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં જ ભાણવડ પોલીસ એ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને ભાણવડ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.