નર્મદ યુનિવર્સિટીના કુલપતિના પદની પ્રક્રિયા પૂર્ણ, સર્ચ કમિટી દ્વારા 3 ઉમેદવારોની પસંદગી કરાઈ - veer Narmad University - VEER NARMAD UNIVERSITY
🎬 Watch Now: Feature Video
Published : Jul 14, 2024, 6:45 PM IST
સુરત: સુરતની વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ડો. કે. એન. ચાવડાનો કાર્યકાળ પૂરો થયો હતો. જે બાદ આજે વીર નર્મદ પુનિવર્સિટીમાં સર્ચ કમિટી દ્વારા શોધ શરૂ કરાઈ હતી. યુનવર્સિટીના કુલપતિ પદ માટે 51 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. આ ઉમેદવારો પૈકીના 36 ઉમેદવારોને સર્ચ કમિટી દ્વારા લાયક ગણાવાયા હતા, અને તેમનું બે તબક્કામાં ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું હતું. સર્ચ કમિટી દ્વારા ઇન્ટરવ્યુ બાદ ત્રણ ઉમેદવારની પસંદગી કરાઈ હતી. જેમાં જયેશ દેશકર, હેમાલી દેસાઈ અને ડો.કિશોરસિંહ ચાવડાનો સમાવેશ થાય છે. આ ત્રણ ઉમેદવારોના નામો સરકારમાં મોકલવામાં આવ્યા છે. હવે સરકાર દ્વારા આખરી નિર્ણય કરવામાં આવશે કે કુલપતિના પદ માટે આ ત્રણ ઉમેદવારોમાંથી કોને પસંદ કરવામાં આવે.