સુરત જિલ્લાના ત્રણ તાલુકાના ૨૬ રસ્તાઓ બંધ કરાયા - Surat News - SURAT NEWS
🎬 Watch Now: Feature Video


Published : Jul 27, 2024, 10:21 PM IST
|Updated : Jul 27, 2024, 10:46 PM IST
સુરત: જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના 26 રસ્તાઓ પાણીના ઓવર ટોપીગના કારણે બંધ કરવામાં આવ્યા છે. ખાસ કરીને ઓલપાડ તાલુકામાંથી પસાર થતી કિમ નદી કાંઠા વિસ્તારમાં આવેલા ગામોના રસ્તાઓ બંધ કરાયા છે. જેમાં ઓલપાડના ટકારમાથી કદરામા,બોલાવથી કીમામલી, અણીતાથી ઉમરાછી, બોલાવથી મુળદ મુક્તિધામ, વિહારાથી કણભી, પરિયાથી માધર, માધર એપ્રોચ રોડ, કંથરાજથી સિથાણ ખલીપોર, કંથરાજથી ઓભલા, મુળદથી કારેલી, અસ્નાદથી પારડી કોબા, આટોદરા અછારણ સિથાણ, કુંભાર ફળિયાથી બાવાફલીયા, અસ્નાદથી સરસાણા, અછારણથી સિથાણથી સાંધીયેરથી કાંટારા, કંથરાજથી ઓભલા, દિહેણથી નરથાણ, વિહારાથી કણભી, સેલુતથી આડમોર, ભાંડુત સેલુતથી કાછોલ, સેલુતથી વેલુક એમ 23 જેટલા રસ્તાઓ જયારે પલસાણાના બગુમરાથી તુડી અને બલેશ્વર સુધીનો રસ્તાઓ બંધ છે. માંડવી તાલુકામાં મોરીઠા કાલીબેલ રેગામા રસ્તો બંધ કરવામાં આવ્યો છે. આમ ત્રણ તાલુકાના 26 રસ્તાઓ હાલ બંધ કરવામાં આવ્યા છે.