ઉકાઈ ડેમના ઉપરવાસમાં પાણીની આવક નોંધાતા ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા - UKAI DAM 10 GATE OPEN
🎬 Watch Now: Feature Video
Published : Oct 13, 2024, 12:56 PM IST
તાપી: દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ ચાલુ સીઝનમાં તેની પૂર્ણતઃ સપાટી સુધી પહોંચી ગયો હતો. ત્યારે છેલ્લા 2 દિવસથી ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક નોંધાઇ છે. જેને લઇને ડેમનું લેવલ જાળવી રાખવા માટે ડેમના સત્તાધીશો દ્વારા ડેમના 10 દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાંથી 1 લાખ 13 ક્યુસેક પાણી0ની આવક નોંધાઇ રહી છે. ત્યારે એટલું જ પાણી ડેમના દરવાજા ખોલીને છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમની જળસપાટી 344.96 પર પહોંચી છે. ત્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. ડેમમાંથી પાણી છોડવાની સાથે જ તાપી નદીના જે કાંઠા વિસ્તારના ગામોમાં લોકોને માછીમારી કે નદી પાસે ન જવા માટે એલર્ટ કરી દેવામાં આવ્યા છે.